આ દુનિયા તમારી પોતાની છે

સુખ કે દુખ આ ૪-૬ ફુટના શરીરમાં તીવ્ર સંવેદના તરીકે અનુભવાતા હોય છે. જ્યારે આપણે આમાં ફસાયેલા નથી હોતા ત્યારે આપણે સાચી રીતે અને સંનિષ્ઠતાથી કહી શકીએ છીએ કે "હું તમારો / તમારી છું". આવુ ત્યારે શક્ય છે જ્યારે તમામ રાગ અને દ્વેષ, ઈચ્છાઓ અને શંકાઓ જતા રહે--અને ઍક જ ક્ષણમાં દુનિયા પોતાની લાગવા માંડે છે. તમારા બધા દુખ "હું,હું,હું...","મારે આ જોઈએ છે, મને પેલુ ગમે છે, મને આ નથી ગમતું..." ને કારણે છે. આ બધુ છોડી દો. સૂર્ય ઊગે છે અને આથમે છે, ઘાસ ઊગે છે, નદી વહે છે, ચંદ્ર પ્રકાશે છે અને હું અહીં હંમેશ માટે છું!

કોઈ તમારા વખાણ કરે છે તો તમને કેવુ લાગે છે?

ઉત્તર: "શરમ,ખુશી,સરસ,ક્ષોભ.... "

તેની તમારા પર અસર થાય છે,નહીં? મને તેની કોઈ અસર થતી નથી! જ્યારે તમે ચન્દ્ર,પર્વતો, લ્યુકેનૅ સરોવર, બ્લૅક ફૉરેસ્ટ...ના વખાણ કરો છો ત્યારે તેમને તેની કોઈ અસર થતી નથી. તેઓ ઍવા જે રહે છે.

ઍજ રીતે હું કુદરતનો હિસ્સો છું. જો મારા વખાણ કરવામાં તમને મઝા આવતી હોય તો તમે તેમ કરી શકો છો. હકીકતમાં, તમારી પાસે કોઈ વિકલ્પ નથી !(હાસ્ય)

તમને જે પસંદ પડે તે કઈ પણ તમે મારી સાથે કરી શકો છો. હું અહીં તમારા માટે છું. હું તમારું રમકડું છું !(હાસ્ય)