ઈચ્છા (મનોકામનાઓ) અને આનંદ

બધી મનોકામનાઓ ખુશી મેળવવા માટે જ હોય છે. એ જ તો ઈચ્છાઓનુ મુખ્ય લક્ષ્ય છે, નહિ? અત્યાર સુધી કેટલી વાર તમારી ઈચ્છાઓએ તમને લક્ષ્ય સુધી પહોચાડ્યા છે? પણ ક્યારેય તમે ઈચ્છાની પ્રકૃતિ વિષે વિચાર્યુ છે ખરું.? તેનું અસ્તિત્વ હંમેશા આવતી કાલ પર-ભવિષ્ય પર-આધારીત હોય છે, નહીં કે વર્તમાનની  આ જ ક્ષણમાં. બરાબર ? આનંદ ક્યારેય આવતીકાલમાં- ભવિષ્યમાં-  તો હોતો જ નથી, તે  હોય છે ત્યારે હંમેશા, અત્યારની,  આ ક્ષણમા જ હોય છે.

તમે જ્યારે ખૂબ જ આનંદમા હોવ ત્યારે મનમાં કોઇ ઇચ્છાઓ હોઇ શકે ખરી? અને તમે ખરેખરો આનંદ કેવી રીતે અનુભવી શકો કે જ્યારે તમારા મનમાં હજુ ઇચ્છાઓ સળવળતી હોય? તમે ઉત્સાહપૂર્ણ (આનંદપૂર્ણ) કઈ રીતે હોઇ શકો. તમને લાગે છે કે ઈચ્છાઓ તમને સુખ તરફ લઇ જાય છે , પરંતુ એવું નથી. અને એટલા માટે જ તેને માયા કહે છે. તમારું શું કહેવું છે?