યોગ ના 10 મુખ્ય લાભ

વજન ઘટાડો, મજબુત અને લચીલું શરીર, ચમકતી સુંદર ત્વચા, શાંત મન, સારી તંદુરસ્તી આમાંથી તમને જે જોઈએ તે યોગ આપે છે. પણ, મોટાભાગે યોગ એટલે આસનો - એવું સમજવામાં  આવે છે. આપને તેનાથી થતા લાભ ફક્ત શરીરના સ્તરે જ અનુભવીએ છીએ. પણ યોગ તન, મન અને શ્વાસને જોડી આપીને અનેક લાભ કરાવે છે, જે આપને અનુભવવામાં અસફળ રહીએ છીએ, અને જયારે આવી સંવાદિતા સધાય છે ત્યારે જીવનયાત્રામાં આપણને શાંતિ, આનંદ અને સંતોષનો અહેસાસ થઇ છે.

 

યોગથી દેખાતા અને અનદેખીતા, ઊંડા અને સૂક્ષ્મ સ્તરે ખુબ બધા લાભ થઇ છે. અહિયાં આપણે યોગ કરવાથી થતા 10 સ્થાયી લાભ જોઈએ।

 

1) બધાજ પ્રકારે તંદુરસ્તી: તમે સાચા અર્થમાં તંદુરસ્ત બનો છો. યોગથી તમે ફક્ત શારીરિક રીતે નહિ પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સંતુલન અનુભવો છો. શ્રી શ્રી રવિશંકર કહે છે કે, તંદુરસ્તી એ ફક્ત રોગની ગેરહાજરી જ નથી. પણ તે તમારું જીવન કેટલું આનંદિત, પ્રેમાળ અને ઉત્સાહસભર છે તે દર્શાવે છે. અહી યોગ તમને મદદ કરે છે. તે તમારા શારીરિક અને માનસિક વલણ, પ્રાણાયમ, અને ધ્યાન આ બધાને અસર કરે છે.

 

મારો વ્યક્તિગત તંદુરસ્તીનો મંત્ર:

મારું વજન - ઘટાડવાની રીત

મારું મન શાંત કરે

મારું વધારે સારી રીતે માહિતીની  આપલે કરતુ સાધન

મારું સર્જનાત્મક મશીન

મારી શંકાનું સમાધાન

મારા  સમયનું આયોજન

 

2) વજન ઘટાડવું: જે ઘણા ઈચ્છે છે. યોગમાં સૂર્ય નમસ્કાર અને કપાલભાતિ પ્રણાયામ એ વજન ઘટાડવાના કેટલાક રસ્તા (Ways to Weight Loss) છે. તદ્દઉપરાંત નિયમિત રીતે યોગ કરવાથી આપનું શરીર કેવું અને કેટલું તથા ત્યારે શું ખાવું તેના પ્રત્યે વધારે સભાન બનાવે છે. આ રીતે તમે તમારા વજન પર સતત ચોકી પહેરો રાખી શકો છો.

 

3) તણાવ મુક્તિ: દિવસ દરમિયાન તમારા શરીર અને મન પર ઉત્પન્ન થયેલો તણાવ તમે થોડી મીનીટો યોગ કરવાથી દુર કરી શકો છો. યોગના આસનો, મુદ્રા પદ્ધતિઓ છે. શ્રી શ્રી યોગ લેવર-2 કોર્સમાં તમે અનુભવ્યું હશે કે કેવી રીતે યોગ તમારા શરીરને વિષમય અસરથી અને મનને તનાવથી મુક્ત કરવામાં મદદ કરે છે.

 

4) મનની શાંતિ (Peace of Mind): આપણને બધાને શાંત, નિર્મળ કુદરતી સૌદયાથી ભરપુર એવી જગ્યાની મુલાકાત લેવી ખુબ ગમે છે. થોડું વિચારતાં સમજાય છે કે શાંતિ આપણી અંદર જ રહેલી છે. અને દીવાસમાં ગમે તે સમયે આપણા કામમાંથી છુટ્ટી લઇને આપણે તેનો લાભ મેળવી શકીએ છીએ. યોગ એ અશાંત મનને શાંત કરવાનો સૌથી સરસ ઉપાય છે.

 

5) રોગપ્રતિકારક શક્તિ વધારવી: આપનું શરીર એ તન, મન અને ચેતનની એક અનુભુત વ્યવસ્થા છે. અનિયમિતતા મનને વિક્ષિપ્ત કરે છે. તેજ રીતે મનનો અજંપો અને થાક શરીરને વિક્ષિપ્ત કરે છે. યોગ મનના થાકને દૂર કરે છે અને સ્નાયુઓને મજબુત કરે છે. પ્રણાયામ અને ધ્યાન તણાવ મુક્તિ આપે છે અને શરીરની રોગપ્રતિકારક વધારે છે.


 

6) વધારે સજકતા સાથેનું જીવન: મન સતત પ્રવૃત્તિશીલ હોઈ છે.તે સતત ભૂતકાળમાંથી ભવિષ્યમાં વિહાર કરતુ હોઈ છે. પણ કડી વર્તમાનમાં રેહતું નથી. મનની આ વૃત્તિ વિષે સહેજ જાગૃત થવાથી, આપણે આપણી જાતને વધારે કામમાં ગળાડૂબ રેહાવાથી કે તણાવગ્રસ્ત થવાથી બચાવી શકીએ છીએ. અને માંથી હળવા બની શકીએ છીએ. યોગ અને પ્રાણાયામ આપણને જાગૃત થવામાં મદદ કરે છે અને મનને વર્તમાન ક્ષણમાં પાછું લાવી આપે છે. જ્યાં તે કેન્દ્રિત અને આનંદિત રહી શકે છે.

 

7) સંબંધોમાં સુધાર: યોગ તમને તમારા જીવનસાથી, મા-બાપ, મિત્રો અથવા બીજાઓ સાથે સંબંધો સુધારવામાં પણ મદદ કરે છે. તણાવરહિત, આનંદી અને સંતોષી મન સંવેદનશીલ સંબંધો, બાબતે ખૂબ સારી રીતે વર્તવા સમક્ષ બને છે. યોગ અને ધ્યાન મનને શાંત અને આનંદી બનાવે છે. જે તમને તમારી નજીકના લોકો સાથે મજબુત સંબંધ બનાવવાનમાં ખૂબ લાભકારક છે.

 

8) શક્તિ વધારે છે: દિવસને અંતે તમે ખુબ થાકી ગયા હોવ તેવું અનુભવો છો? દિવસ દરમ્યાન વિવિધ કોમમાં અહીંથી તહી સતત ફંગોળતા રેહવાનું ખૂબ થકવી નાખનારું હોઈ છે. દરરોર થોડા સમય માટેનો યોગ તમને તાજગી અને શક્તિ પ્રદાન કરે છે. દરરોજ થોડા સમય માટેનો યોગ તમને તાજગી અને શક્તિ પ્રદાન કરે છે. દરરોજ દસ મિનીટ ઓન-લાઈન ધ્યાન તમને પુષ્કળ લાભ આપે છે. ખુબ બધા કામથી ભરેલા દિવસ દરમિયાન તે તમને તાજગીભર રાખે છે.

 

9) વધારે લચકતા અને નમનિયતા: તમારે યોગને તમારી દૈનિક ક્રિયાઓમાં સામેલ કરવાનું ખૂબ જરૂરી છે. તેનાથી તમારું શરીર મજબુત, લચીલું અને કમનીય બનશે। નિયમિત યોગથી શરીરના સ્નાયુઓ ખેંચાશે, અને મજબુત બનશે. તે તમારા શરીરને લચીલું બનાવશે જેનાથી તમારી બધી જ ક્રિયાઓ જેમ કે ચાલવાનું, બેસવાનું, સુવું, ઉભા રેહવું બધુંજ કમનીય બનશે. ધીરે ધીરે તમારા શરીરના દુ:ખાવાથી મુક્તિ અપાવશે અને ખોટી રીતને ક્રિયાઓ પણ સુધારશે.

 

10) અંત:સ્ફૂરણા વધારશે: યોગ અને ધ્યાન તમારી અંતઃસ્ફૂરણા વાદ્ફ્હાર્વાની શક્તિ ધરાવે છે. જેથી તમે વિના પ્રયત્ને સહજ રીતે ક્યારે કેવી રીતે શું કરવું જોઈએ જેથી હકારાત્મક પરિણામો મળે તે સમ્જ્હી શકાશે। તે કામ કરે છે. તમે તમારી જાત અનુભવ કરો તે જરૂરી છે.

 

યાદ રાખો, યોગ એ સતત ચાલતી ક્રિયા છે. તેથી નિયમિત રીતે તેરે ચાલુ રાખો। જેટલા ઊંડા તેમાં તમે ઉતારશો તેટલા જ વધારે સુક્ષ્મ ફાઈદાઓ થશે.


નિયમિત યોગ કરવાથી મન અને તનનો વિકાસ થાય છે અને ખુભ બધા શારીરિક ફાઈડા થઇ છે. કોઈ તાલીમ પામેલા યોગ શિક્ષકની પાસે યોગ શીખવા અને તેની નિયમિત પ્રેક્ટીસ કરવી ખુબ જરૂરી છે. કોઈ રોગ થયેલો હોઈ તો ડોક્ટર અને યોગ શિક્ષકની સલાહ ખુબ જરૂરી છે.