જીવન ના રહસ્યો - Secret of the Life

સર્જન ની ગહનતા નું રહસ્ય એ વિજ્ઞાન છે.સ્વ/સ્વયં  ની ગહનતા નું રહસ્ય એ આધ્યાત્મિકતા છે.  ટેક્નોલોજી/તકનીકી નો ઉદેશ્ય માનવ જીવન આરામ દાયક બનાવવાનો છે.જયારે આધ્યાત્મિક મૂલ્યો-માનવીય મૂલ્યો ને નઝર-અંદાજ કરવા મા આવે ત્યારે ટેકનોલોજી સુવિધાને બદલે ભય અને વિનાશ નોતરે છે. 

માનવીય મૂલ્યો વિહીન ટેકનોલોજી પ્રકૃતિ ને એક મૃત પ્રદાર્થ/ વસ્તુ તરીકે નિહાળે છે. છે.વિજ્ઞાન એ પ્રકૃતિ/કુદરત ને ઊંડાણ પૂર્વક સમજવાની તક આપે છે.અને આધ્યાત્મિકતા પ્રકૃતિ/કુદરત ને જીવંત બનાવે છે.ઉદાહરણ તરીકે:-બાળક ની દ્રષ્ટિએ (આંખો મા)-પ્રાણી જગત,વૃક્ષો,સુર્ય,ચંદ્ર બધાજ મા જીવન,ભાવનાઓ,લાગણીઓ હોય છે;પરંતુ કોઈ તનાવયુક્ત માનવ કે અજ્ઞાની ની નજરે જીવતો માણસ પણ રોબોટ જેવો એક નિર્જીવ પ્રદાર્થ ભાસે છે 

આધ્યાત્મિકતા વિહીન ટેકનોલોજી વિનાશક છે. આધ્યાત્મિકતા એ ચેતના ની ટેકનોલોજી છે,અને સમગ્ર વિશ્વ આ ચેતના/સભાનતા ની અલપ-ઝલપ છે.જે વ્યક્તિ આ સર્જનની ભવ્યતા નેથી પ્રભાવિત નથી,તેની આંખો હજુ ખુલી નથી.માને કહો કે-આ સૃષ્ટિ મા શું એવું છે કે જે રહસ્યમય નથી?જન્મ એક રહસ્ય છે;મૃત્યુ એક રહસ્ય છે;અને જીન્ગગીતો ચોક્કસ પણે એક મહાન રહસ્ય જ છે. 

જિંદગી ના રહસ્ય મા સંપૂર્ણ પણે છુપાયેલ/ડૂબેલ રહસ્ય સમાધિ છે.તમે જાણો છો કે માનો છો તેનું કોઈ જ મહત્વ નથી.  

આ સર્જન એજ અગાથ રહસ્ય છે!!ડાહ્યો માણસ આ રહસ્યો ના છુપાવવાનો  પ્રયત્ન મા નથી હોતો, વાળી તે આ રહસ્યો નો ઘટસ્ફોટ કરવાના પ્રયત્ન મા પણ નથી પડતો.ઉદાહરણ તરીકે તમે ૫૬ વર્ષ ના નાનાં બાળક પાસે સ્ત્રીના માસિક ધર્મ કે મ્રત્યુ ઈત્યાદી ની વાત નથી કરતાં,પરંતુ તે બાળક મોટું થાય,ત્યારે આબબ્તો તેનાથી વધારે સમય માટે  છુપી રહી ના શકે.સમયાનુસાર તેને આવત ની જાણ થાય છે. એવાં ૫ રહસ્યો છે કે જે આ વિશ્વ માં છે જે સુક્ષ્મ જીવો અને દેવદૂતો દ્વારા પવિત્રિત અને રક્ષતિ છે.તેઓ આ પ્રમાણે છે: 

જનન (જન્મ)રહસ્ય : જન્મ રહસ્ય છે.!!કઈ રીતે આત્મા શરીર મા પ્રવેશે છે,જન્મ ની જગ્યા,જન્મ નો સમય,શરીર નું બંધારણ/પ્રકાર,માતાપિતા વિગેરે એક રહસ્ય છે. 

મરણ રહસ્ય :મૃત્યુ એક સંપૂર્ણપણે સુરક્ષિત રહસ્ય છે.મૃત્યુ કાયમ એક રહસ્ય જ રહ્યું છે.જીવ/ચેતના નું શરીર/દ્રવ્ય થી છુટા પડવું,અને અને તેની ત્યાર પછી ની યાત્રા એક રહસ્ય છે. 

રાજ રહસ્ય,સાશન નું રહસ્ય):વિશ્વ ના સંચાલન નો નિયમ,વિશ્વ ની સંવાદિતતા ના નિયમ વિગેરે રહસ્યમય જ છે. 

પ્રકૃતિ/કુદરત નું રહસ્ય(કુદરત નું રહસ્ય):કુદરત ગૂઢ/રહસ્યમય છે.જેમ-જેમ તમે કુદરત વિશે જાણો તેમ, રહસ્ય વધારે ઘૂંટાતું/ઊંડું ઉતરતું જાય છે.વિજ્ઞાનિક જેમ-જેમ વધારે જાણવા પ્રયત્ન કરે છે,તેમ-તેમ તેમ તેને લાગે છે કે-હજુ ઘણું જ વધારે જાણવાનું બાકી છે. વિજ્ઞાન જે સર્જન ના રહસ્યો નો ઉકેલ લાવવા માટે દેખાય છે,તેને તો રહસ્યો ને વધારે ગૂઢ બનાવ્યા છે. 

મંત્ર રહસ્ય(મંત્ર નું રહસ્ય)::મંત્રો અને તેની અસરો તેની રીતો,અને તેની અસર ની કામ કરવાની રીતો,વિગેરે તમમાં રહસ્યમય જ છે.મંત્રો જે જે ચેતના/ઊર્જા ના આવેગો છે તે પોતેજ એક રહસ્ય છે.સામાન્ય રીતે પશ્ચિમ મા રહસ્યો/ગુપ્તતા એ એક શરમજનક/અને અપ્રમાણિકતા છે.પરંતુ પૂર્વીય દેશો મા તેને  સન્માનિત અને પવિત્ર ગણવા મા આવે છે.સર્જન ની ગૂઢતા ફક્ત ગૂઢ થતી જાય છે. રહસ્યો તરબોળ થવું એ ભક્તિ છે,અને રહસ્યો ને અતિ ગુઢ કરવા તે વિજ્ઞાન છે.સ્વ/આત્મા ના રહસ્યો નું ઊંડાણ એ આધ્યાત્મિકતા છે.તેઓ એક જ સિક્કાની બે બાજુઓ જ છે. જો વિજ્ઞાન કે આધ્યાત્મિકતા તમારા મા આશ્ચર્ય કે ભક્તિ ઉત્પન ના કરી શકે તો તમે ચોક્કસ પણે ગાઢ નિદ્રામાં જ છે.  

જયારે તમે કોઈ સિમ્બોલ(ચિહ્ન),સ્થળ,સમય વ્યક્તિ અથવા કાર્ય ને પવિત્ર માનતા હોવ,ત્યારે તમારું ધ્યાન તે પ્રત્યે અવિભક્ત અને સંપૂર્ણ હોય છે.અને વસ્તુ તેજ હોય તો પણ તમે અજ્ગૃકતા કે જડતા મા સરકી જતા હોવ છો.તો પછી જે કાર્ય વારંવાર કરવા મા આવે છે તે તેની પવિત્રતા શા માટે ગુમાવી બેસે છે?આવું ત્યારે બને છે કે જયારે તમારી યાદદાસ્ત,તમારી ચેતના/સભાનતા પર સવાર /હાવી થઇ જાય છે,અને તમે તમારી સંવેદના ગુમાવી બેસો છો.દાખલા તરીકે:- બનારસ મા રહેતાં લોકો માટે તે પવિત્ર જગ્યા નું મહત્વ હોતું નથી.વર્તમાન મા જીવી અને સાધના દ્વારા આપણે આપણી આ કાર્ય માની પવિત્રતા ની ભાવનાઓ/લાગણીઓ જાળવી શકીએ. 

આરામ મા પણ આનંદ હોય છે,અને કામ મા પણ આનંદ હોય છે.કાર્ય નો આનંદ કામચલાઉ હોય છે અને તેને કારણે થાક લાગે છે.આરામ મા આનંદ મોટો અને શક્તિ વર્ધક હોય છે. પરંતુ જેને સમાધિ નો આનંદ ચાખ્યો હોય છે,તેને માટે કાર્ય નો આનંદ તુચ્છ છે.ઊંડી/ગહન સમાધિ માટે દરેકે સક્રિય થવું જરૂરી છે.બન્ને નું યોગ્ય સંતુલન જરૂરી હોય છે.  

મન  

ચાલો મન પર અસરકર્તા ૪ પરિબળો તપાસીએ:સ્થળ,સમય,ખોરાક,અને ભૂતકાળ ના અનુભવો,કાર્યો અને જોડાણો. 

અવકાશ: તમે જે જગ્યા એ છો,તમે જે દરેક જગ્યા પર હોવ છો,તેની મા-મગજ પર અલગ-અલગ અસર હોય છે.તમારા ઘર મા પણ તમે જોશો કે-અલગ-અલગ રૂમ મા તમે જુદી-જુદી લાગણીઓ અનુભવશો. જે જગ્યા એ ગીતો ગવાતા હોય,મંત્રોચાર થતા હોય કે પ્રાણાયામ થતું હોય તેની તમારા મગજ /મન પર અલગ અસર થતી હોય છે.ધારો કે –કોઈ એક ખાસ જગ્યા તમને ગમતી હોય,પરંતુ થોડા સમય પછી તેવું ના પણ રહે  

સમય:સમય એક પરિબળ છે. દિવસ ના અને વર્ષ ના અલગ-અલગ સમયે તમારા મગજ-મન પર અલગ-અલગ અસરો જોવા મળે છે.કેટલીવાર તમે અલગ પ્રકાર નો ખોરાક લો તો તે પણ તમને અસર કરે છે. 

ભૂતકાળ ના અનુભવો/છાપ ,કર્મ ની પણ મન-મગજ પર અલગ અસર હોય છે. જાગૃતિ,સજાગતા,જ્ઞાન,ધ્યાન ભૂતકાળ ની છાપ ભૂસવા મા મદદ કરે છે. 

જોડાણો અને ક્રિયાઓ: જે લોકો અને ઘટનાઓ સાથે તમે સંકળાયેલા હોવ તે પણ તમારા મન-મગજ ને પ્રભાવિત/અસર કરે છે.કેલક લોકો ના સંગાથ મા તમરુ મગજ એક રીતે કામ કરે છે જયારે અન્ય બીજા કેટલાક લોકો ના સંગાથ મા આતે અલગ રીતે કામ કરે છે.  

જો કે આ પાંચ પરિબળો મન-મગજ અને જિંદગી ને અસરકર્તા છે,પરંતુ એટલું જાણી લો કે સ્વ/આત્મા એ ઘણો જ શક્તિશાળીછે.જેમ જેમ તમારો બોદ્ધિક વિકાસ થાય છે તેમ તેમે આ બધા પરિબળો ને પ્રભાવિત કરી શકશો. 

 અશાંતિ/બેચેની 

ચાલો આપણે બેચેની ના પ્રકારો અને તેનાં ઉપાયો અંગે વિચારીએ.બેચેની/અશાંતિ ૫ પ્રકાર ની હોય છે:: 

પ્રથમ તમે જે જગ્યા પર હોવ તેનાં કારણે હોય છે.જેવાં તમે તે જગ્યા,શેરી,અથવા ઘર થી દુર જાવ કે તરત તમને સારું લાગે છે. નામ-જાપ,ગાવું,બાળકો ને રમતાં જોવા ,હસવાથી વાતાવરણ ની અશાંતિ ને કારણે થતી બેચેની મા રાહત થાય છે.જો તમે મંત્રોચાર,જાપ કરો કે ગાવ તો તે જગ્યા પર ના સ્પંદનો મા ફેરફાર થાય છે. 

બીજા પ્રકાર ની બેચેની શરીર મા હોય છે.અયોગ્ય/ખોટા પ્રકાર નો કે વાસી ખરાબ ખોરાક ખાવાથી,કસમયે ખાવાથી,વ્યાયામ ના કરવાથી,વધુ પડતું કાર્ય કરવા ને કારણે શારીરિક બેચેની થાય છે.આ ના ઉપાય માતે નિયમિત  કસરત,કામકરવા ની સુટેવો,શાકભાજી,જ્યુસ જેવો ખોરાક એક અથવા બે દિવસ લેવો તે છે. 

ત્રીજા પ્રકાર ની બચેની માનસિક બેચેની હોય છે.તે મહાત્વાકાંક્ષા,ખૂબજ વિચાર,અને ગામ-અણગમા ને કારણે થતી હોય છે.આ બેચેની નો ઈલાજ માત્ર જ્ઞાન જ છે. વિશાળ પરિપેક્ષ ના સંદર્ભ મા ,સ્વ/આત્મા અને સર્વે નાશવંત એમ જાણી ને જીવન ને નિહાળવા થી આ બેચેની દુર કરી શકાય છે.જાની ને જો તમને બધું જ મળી જાય પણ તેથી શું?તમારી સિધ્ધિઓ પછી પણ તમારું મૃત્યુ તો નક્કી જ છે.તમારા મૃત્યુ અથવા જીવન અંગે જ્ઞાન, સ્વ મા,અલોકિક શક્તિ મા વિશ્વાસ એ બધાથી તમારી માનસિક બેચેની શાંત કરી શકાય છે. 

ત્યારપછી છે-ઈમોશનલ/લાગણી ને કારણે બેચેની ગમે તેટલું જ્ઞાન હોય તો પણ  અહીં કામ કરતું નથી.સુદર્શન ક્રિયા ઉપયોગી છે!! આ બધીજ લાગણીમય બેચેની દુર થાય છે.ગુરુ ની હાજરી,શાણી વ્યક્તિ,અથવા તો સંતો તમને તમારી લાગણીમય બેચેની ઓછી કરવા મા મદદ કરે છે.  

પાંચમા પ્રકાર ની બેચેની જવલ્લેજ હોય છે.તે આત્મા ની બેચેની છે.જયારે બધુંજ ખાલી અને અર્થવિહીન લાગે ત્યારે સમજી લો કે તમે ખુશનસીબ છો.તેમાંથી છુટકારો મેળવવા કોશિશ ના કરો.તેને સ્વીકારો!!આ પ્રકાર ની આત્મા ની બેચેની જ  ફક્ત/માત્ર તમારા મા પ્રમાણભૂત પ્રાર્થના લાવી શકશે.તે જ પૂર્ણતા,સિધ્ધિ,અને ચમત્કાર લાવી શકશે.તે દિવતા સાથે આંતરિક સબંધ જોડવા માટે ખૂબજ કિંમતી છે.સત્સંગ, પ્રબુદ્ધ વ્યક્તિ ની હાજરી,આત્મા ની બેચેની ને શાંત કરે છે.દિવ્ય તત્વ માટે આકાશ કે અન્ય કોઈ જગ્યા એ જોવાની/ખોજ કરવાની જરૂર નથી,પરંતુ ઈશ્વર ની હાજરી બે આંખ ની જોડ,પર્વત,પાણી,વૃક્ષો અને પ્રાણીઓ મા ઈશ્વર ને નિહાળો.કઈ રીતે?કે જયારે તમે તમારા પોતાનાં મા જ ઈશ્વર ને નિહાળી શકો ત્યારેજ.માત્ર ઈશ્વર જ ઈશ્વર ને ભજી/પૂજી શકે છે.ઉચ્ચતમ જાગૃતિ જ તમને વાસ્તવિકતા ની નજીક લઇ જશે.અને તે માટે તમારે તમારી પ્રાણશક્તિ/ઊર્જા વધારવી પડશે..આ કામ (૧) ઊપવાસ,તાજો ખોરાક,(૨) પ્રણાયામ,સુદર્શન ક્રિયા,યોગ/ધ્યાન (૩) શાંતિ (૪) ઠંડા પાણી થી સ્નાન (૫) નિંદ્રા પર કાબુ (૬) લાગણી ના આવેગો પર કાબુ  (૭) ગુરુ ની હાજરી (૮) ગાવુ અને મંત્રોચારણ (૯) દાતા ના ભાવ  સિવાય આપવા/દાન ની ભાવના,નિસ્વાર્થ સેવા થી જ થઇ શકે.    

આ બધું એક સંગાથે એટલેજ યજ્ઞ!!! 

જયારે તમોને સમગ્ર બ્રમાંડ માટે આદર હોય,ત્યારે તમે પૂરા બ્રહમાંડ સાથે સંવાદિતતા અનુભવો છો.પછી તમારે આ બ્રહમાંડ ની કોઈ પણ વસ્તુ ને નકારવાની કે ત્યાગ કરવાની જરૂર નથી.જયારે તમોને તમારા બધાજ સબંધો માટે આદરભાવ હોય,તમારી ચેતના વિકસિત થાય છે.ત્યાર પછી તો, નાની વસ્તુઓ પણ નોધપાત્ર અને મહાન લાગે છે.પ્રત્યેક સુક્ષ્મ જીવો પણ ભવ્ય લાગે છે.પ્રત્યેક સબંધ મા આદર/સન્માન હોય તો જ સબંધ જાળવી શકાય /ટકાવી શકાય છે.તમારા જીવન ની પ્રત્યેક ક્ષણ નો આદર કરવાનું કૌશલ્ય કેળવો.