પાંચ સામાન્ય ભૂલો જે યોગ શીખવાની શરૂઆત કરનાર કરતો હોય છે

યોગનો  અભ્યાસ કરવો  એ એક મહાન બાબત  છે  એમાં કોઈ શંકા નથી.  એ કંઇ  ફક્ત તમારા શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય માટે જ નહિ, પરંતુ સંપૂર્ણ જીવન શક્તિને ખીલવવા  માટે પણ જરૂરી છે.

જો કે, આ પ્રાચીન છતાં અદ્યતન લોકપ્રિય પદ્ધતિને શીખવાની શરૂઆત કરનાર વ્યક્તિ મુખ્યત્વે કેટલીક સામાન્ય  ભૂલો કરી શકે છે. સુસંગતતા, અભ્યાસ અને ધીરજ એવી ચાવીઓ છે કે જેને આધારે યોગ દ્વારા તમે લચકતા, શારીરિક શક્તિ તેમજ પૂર્ણ યોગિક સ્થિતિ હાંસલ કરી શકો છો.

કેટલીક સામાન્ય ભૂલો, જે  શિખાઉ કરતા હોય છે.

1. પોતાની સરખામણી -વર્ગમાં સહભાગી એવી-બાજુની વ્યક્તિ સાથે કરવી

યોગના વર્ગમાં પોતાની જાતને હાનિ પહોંચાડનારી સૌથી મોટી ભુલ જો કોઇ હોય તો તે છે બાજુની સાદડી પરની વ્યક્તિ શું કરે છે તે જોવાની અને તેના પ્રમાણે કરવાનો પ્રયાસ કરવાની. આપણા બધાંની શારીરિક પ્રકૃતિ અને આકાર અલગ હોય છે;  જે વૈયક્તિક વંશ પરંપરાને, પોતાની ઉંમરને, અગાઉ થયેલી શારીરિક નાની મોટી ઈજાઓને તેમજ  પોતાની  ખોરાકની આદત  વગેરે પર આધાર રાખે છે. બાજુની વ્યક્તિ એક ભૂતપુર્વ નૃત્યાંગના હોઇ શકે, વર્ષોથી યોગની સાધના કરનાર હોઇ શકે છે અથવા જન્મથી જ તેનું શરીર વધુ નરમ હોય તેવું બની શકે છે. તમારી પોતાની જાત ઉપર ધ્યાન રાખવાને બદલે તમે બીજાની સાથે તુલના કરવા માંડશો અને તમારું શરીર જેના માટે હજી તૈયાર નથી તેમ કરવા માંડશો તો તે તમારી બહુ મોટી ભૂલ હશે.

2. તમારા શરીરની ૨૦ વર્ષ પહેલાના કે અરે... આગલા વર્ષ દરમ્યાનના શરીર સાથે સરખામણી

યાદ કરો કે જ્યારે તમે છ વર્ષના હતા ત્યારે કેવા હતા? તમે ઘાસમાં ગલોટિયા ખાતા હતા , બહુ સહજતાથી શરીરને પૂરેપૂરું વાળી શકતા હતા અથવા પદ્માસનમાં કલાકો સુધી બેસી શકતા હતા. હા, જ્યારે તમે નાના બાળક હતા ત્યારે તમે તણાવનો કે નકારાત્મક ભાવનાઓનો સામનો નહોતો કરતા. અને તમે કલાકો સુધી ખુરશીમાં બેઠા નહોતા રહેતા.  જો તમે સ્ત્રી હો તો ત્યારે તમારી પ્રસુતિ નહોતી થઈ. કદાચ એવું પણ બને કે ગયા અઠવાડિયે તમે જે આસન કરી શકતા હતા તે આજે ન પણ કરી શકો. અગત્યની વાત છે તમારી જાત આ ક્ષણે કેવી છે તેની... અને અત્યારની  તમારી તાકાત અને લચકતાની. જે સમય ગયો છે તે દરમ્યાન ઘણું ઘણું બન્યું હોઇને તેની સાથે આજની તુલના ન કરો. તમારી જાતને કહો "આ સમયે હું આ શ્વાસ અને આ શરીરથી આવો જ છું.".

3. જાગૃતિ (સજાગતા) વગર શરીરને વધુ કષ્ટ આપવું

એક મોટી ભુલ જે બહુ બધા નવા શિખાઉ લોકોમાં જોવા મળે છે તે એ કે તેઓ માને છે કે  યોગ તો કેક ખાવા જેટલી સરળ બાબત છે. હું કસરત કરું છું, ઍરોબિક્સ કરતો હતો, ટેનીસ રમેલો છું, ઘોડેસ્વારી કે એના જેવી બીજી કોઈ શારીરિક પ્રવૃત્તિ વર્ષોથી કરું છું. એટલે આ (યોગ) તો મારા માટે બહુ સરળ છે. ઘણા યોગના આસનો બહારથી પ્રમાણમાં સહેલા લાગે, તે સ્નાયુના અંદરના કોષોને અસર કરતા હોય છે અને તે સજાગતાથી  અને સંભાળીને કરવાના હોય છે. નવા શિખાઉ ખાસ કરીને અભિમાનમાં કે પોતે ખૂબ સક્ષમ છે તે પુરવાર કરવામાં વધારે પડતું તણાઈ જતા હોય છે. કમનસીબે બીજે દિવસે શરીર દુ:ખે  છે. શરીરની ક્ષમતા ન હોય અને વધુ પડતા યોગ, ક્ષમતા બહાર જવાથી શારીરિક તકલીફ થઈ શકે છે. માટે શીખવનાર શિક્ષકની સૂચનાઓ ધ્યાનથી સાંભળો અને સાથે સાથે તમારા શરીરની ક્ષમતા પણ જુઓ અને શરીરને વધુ પડતુ જોર ન આપો.

4. તમારા અભ્યાસની અનિયમિતતા

મોટે ભાગે યોગના વર્ગ પછી વ્યક્તિ ખૂબ ખીલે છે, તાજગી પામે છે અને એકદમ સ્વસ્થ વિશ્રાંતિનો અનુભવ કરે છે. અને પોતાના આ જાત અનુભવો મિત્રોને કહેવાનું રોકી શક્તો નથી. અને બીજે દિવસે પાછો વર્ગમાં અચૂક પહોંચી પણ જાય છે. તેમ છતાં છેવટે તો રોજ બરોજની જિંદગી અને કામના બોજાને લીધે, કૌટુંબિક તથા સામાજિક જવાબદારીઓ વગેરેને કારણે નિયમિત યોગ કરવાનું આપણી અગ્રતાના ક્રમમાં છેલ્લા નંબરે પહોંચી જાય છે. પહેલા થોડા દિવસો, પછી થોડા અઠવાડિયા અને ફરી જ્યારે યોગના વર્ગમાં જઇયે ત્યારે હતા તેવાને તેવા.

5. તમારું શરીર હવે પૂરેપૂરું થાકીને હારવી ગયુ છે , તમારા સાંધેસાંધા માં દુખાવો થાયે છે , અંતે તમે ઈ  કરવાનું છોડી દો છો

 

એમ ધીરે ધીરે શરીર કેળવાતું જાય અને વધુ નવા આસનો કરવામાં શરીરને મદદરૂપ થાય.

થોડો સમય, કદાચ થોડા અઠવાડિયા, થોડા મહિના કે થોડા વર્ષો નિયમિત યોગ કરવા છતાં આપણે હતાશ થતા હોઈયે છીએ. "હજી મારાથી અમુક આસનો કેમ નથી થઈ શકતા" તેવા અને "હજી મારાથી પગના અંગૂઠાને કેમ નથી અડી શકાતુ" એવા પ્રશ્નો ઉઠતા હોય છે અને છેવટે શંકાઓ ઉઠે છે ને એને થાય છે કે યોગ મારા માટે નથી. છતાં યોગની સુંદરતા અને મોહકતા બહુ જ અદભૂત છે અને ઘણા અલગ અલગ સ્તરે કામ કરે છે. જ્યારે યોગની અસરકારકતા માટે શંકા જાગે ત્યારે તમારી જાતને પ્રશ્ન પૂછો કે અગાઉ કરતા તમારી મનની સ્થિતિમાં કેટલો બદલાવ આવ્યો છે? શું તમે તણાવની પરિસ્થિતિનો વધુ સારી રીતે સામનો કરી શકો છો? વિચારો કે યોગ તમને વધુ આરામદાયક અને વધુ સારી રીતે શ્વસન કરવામાં મદદરૂપ થયા છે અને તમારા શરીર તરફ અને તેના વર્તન તરફ તમને કેટલા જાગૃત કર્યા છે. 

જો તમે આ બધું ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે હવે તમને તમે શું ભુલ કરતા હતા તેની ખબર પડતી જાય છે. એટલે હવે ફરી યોગની  શેતરંજી પાથરો ત્યારે આ બધી ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખો અને શું ફરક પડે છે તે જુઓ.

 

મીના અર્સેલનો નાનો લેખ.

 

કોણ છે મીના?:- ૧૯૯૯ માં મીના જ્યારે ન્યૂયોર્કમાં નાણાંકીય અને બેંક વિભાગમાં કામ કરતી હતી ત્યારે યોગના બીજ તેનામાં પહેલ વહેલા વવાયાં હતા. શોધતાં શોધતાં તે ભારત આવી, જ્યાં તેને અધ્યાત્મનો સાચો અર્થ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા એવા તેના ગુરુ શ્રી શ્રી રવિશંકર પાસે જાણવા મળ્યો. ૨૦૦૧ થી યોગ અને તેનું તત્વજ્ઞાન તેના જીવનમાં વણાઈ ગયા છે.

૨૦૧૦ માં ટીચર ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ મીના ટર્કી અને અન્ય દેશોમાં કોર્સ લઈ રહી છે. યોગ ઉપરાંત તે ફાઇનાન્સિયલ સલાહકાર તરીકે સેવા આપે છે. આંતરરાષ્ટ્રીય ન્યૂયોર્ક ટાઇમ્સ તથા ટર્કિશ આવૃત્તિમાં અઠવાડીક લેખ લખે છે, અને આર્ટ ઓફ લિવિંગના હૅપીનેસ કાર્યક્રમની ટીચર છે.

આર્ટ ઓફ લિવિંગ યોગા કાર્યક્રમ

નિયમિત યોગથી શરીર અને મનની તંદુરસ્તીને ખૂબ લાભ થાય છે પરંતુ તે દવાની અવેજીમાં નથી. યોગના આસનો આર્ટ ઓફ લિવિંગમાં શીખેલ શ્રી શ્રી યોગાના ટીચરના માર્ગદર્શન હેઠળ જ કરવા જોઈયે. તમને કોઈ શારીરિક કે મેડિકલ તકલીફ હોય તો યોગના આસનો ડૉક્ટરની તથા આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક્ની  સલાહ લઈને જ કરવા. આર્ટ ઓફ લિવિંગ યોગા કાર્યક્રમ ની વધુ માહિતી માટે તમારી નજીકનું આર્ટ ઓફ લિવિંગ કેન્દ્ર શોધો.આ કાર્યક્રમની વધુ માહિતી માટે કે તમારા અનુભવ જણાવવા માટે ઈમેલ    info@artoflivingyoga.in પર કરો