ધ્યાન-વધુ સારા નિર્ણય લેવાની ક્ષમતા માટે

હું કેવી રીતે યોગ્ય નિર્ણય લઈ શકું ? હું કેવી રીતે જાણી શકું કે મારી પસંદગી યોગ્ય છે. અને તેમાંથી વધુ સારું  વળતર મળશે ?  હું કેવી રીતે ચોક્કસપણે કહી શકું કે મારા વિચારો મારા કામને હકારાત્મક જ અસર કરશે અને બીજા સહકાર્યકર્તાઓ પણ હું જે કાર્ય કરું છું તેનાથી ખુશ છે.

તમારા રોજબરોજના કામના દિવસે આવા પ્રશ્નો નહીં ઉઠ્યા હોય એવું ભાગ્યે જ બન્યું હશે. આપણે કામ અંગે ઘણા નિર્ણયો લેવાની જરૂર પડે છે. પડતર કિંમત ઘટાડવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો , પ્રતિનિધિત્વ અંગેની જવાબદારી કોણ ઉપાડશે ,સાધન સંપતિનો અસરકારક રીતે શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો વગેરે વગેરે. વ્યવસ્થાપક  કે નિરીક્ષક તરીકે આપણાં કાર્યનું માપદંડ ઘણીવાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા પરથી જ થતું હોય છે.

એ બહુ આશ્ચર્યજનક છે કે ધ્યાન કેવી રીતે નિર્ણય લેવાની ક્ષમતામા મદદરૂપ થાય છે. પૌરાણિક ધ્યાનની પ્રક્રિયા તમારા મનને શક્તિનો અખુટ સ્ત્રોત પુરો પાડીને તમને  કાર્યક્ષમ નિર્ણય લેવા માટે સક્ષમ બનાવે છે. યોગ્ય નિર્ણય તમારા વિચારોને અને અનુભવોને પ્રતિબિંબિત કરે છે. અને તે તમામની વૃદ્ધિ ધ્યાનથી પ્રાપ્ત થાય છે.

#1 – સ્વભાવિક, કેન્દ્રિત અને શાંત મન

ધ્યાન તણાવને દૂર કરે , જે તમારા મનમાં એકઠા થયેલા અને તેને અસલ સ્વરુપમાં લાવી દે છે. જ્યારે આપણે આપણા અંતરાત્મા સાથે શાંત હોઈએ છીએ ત્યારે બહારની દુનિયા સાથે પણ વધુ સારી સ્પષ્ટતા આપમેળે જ મળી જાય છે. બધા જ તણાવ અને દબાવ વગરનું મન કેન્દ્રિત, શાંત અને તેજસ્વી  હોય છે. આવા સંજોગોમાં લીધેલ નિર્ણયની પ્રકૃતી સ્વભાવિક રીતે જ વધુ ઉપયોગી અને સમતોલ હશે.જ્યારે આપણે આપણા અંતરાત્મા સાથે શાંત હોઈએ છીએ ત્યારે બહારની દુનિયા સાથે પણ વધુ સારી સ્પષ્ટતા આપમેળે જ મળી જાય છે. બધા જ તણાવ અને દબાવ વગરનું મન કેન્દ્રિત, શાંત અને તેજસ્વી  હોય છે. આવા સંજોગોમાં લીધેલ નિર્ણયની પ્રકૃતી સ્વભાવિક રીતે જ વધુ ઉપયોગી અને સમતોલ હશે.

#2 – સાચું સમતોલન

સાચો આગેવાન એ જ છે જે પોતાના સહકાર્યકર સાથે આત્મીયતા અનુભવે. જે સારાં સૂચન સ્વીકારતો હોય. ધ્યાન તમારા આ ગુણને સતેજ કરે છે. આપણી નકારાત્મક ભાવનાઓ જેવી કે ડર, અસ્વસ્થતા દિલગીરી કે અપરાધભાવ અથવા ભૂતકાળના નિર્ણયોની ચિંતા વગેરે બધું અજાણપણે આપણી  નિર્ણય લેવાની પ્રક્રિયામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત ધ્યાન આ બધામાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને યોગ્ય નિર્ણય લેવાની સ્ફૂરણા આપે છે.

#3 – બુધ્ધિગમ્ય વિચારસરણી - (સારાસારના વિવેકસહની  વિચારસરણી )

"નિયમિત ધ્યાન કરવાથી તમે વધુ હોંશિયાર બનો છો, માનસિક વિકૃતિઓ- ચાલાકીઓ ત્યજી દો છો, અને લાગણીઓમા તણાઈ જતા નથી. તમે પરિસ્થિતિનું  વિવેકપૂર્ણ  મુલ્યાંકન કરો છો. જેનાથી લાભદાયક નિર્ણય લઇ શકો  છો." એવું પ્રિયા રાવ જણાવે છે. જેઓં આર્ટ ઓફ લીવીંગના ધ્યાન શીખવતા પ્રાધ્યાપિકા છે. ધ્યાન મગજના ડાબા અને જમણાં બને ભાગમાંથી ઉદભવતા વિચારોને સમતોલ કરે છે, સાચું કહીએ તો તમને પ્રતિક્રિયાત્મક કે ભાવનાત્મક ન બનાવતા પરિણામલક્ષી થવામાં ધ્યાન મદદરૂપ થાય છે.

જ્યારે પાણી સ્થિર હોય ત્યારે તમે તમારું પ્રતિબિંબ તેમજ  સીધું  તેના તળિયા સુધી એમ બન્ને જોઈ શકો છો. પરંતુ જો તમે આ સ્થિર પાણીમાં પત્થર ફેંકો તો બધુ ધુંધળુ થઈ જશે અને તમે કઈં જ નહી જોઈ શકો . એવી જ રીતે જ્યારે મન શાંત હોય, ત્યારે નિર્ણય લેવા માટે જરૂરી મુદ્દા તથા સાથે પ્રશ્નની ગંભીરતા અને સંભવિત પ્રત્યાઘાત સ્પષ્ટ જોઇ શકાય છે

#4 – એક મજબૂત મન : દ્રઢ મનોબળ

ધ્યાન ખરરેખર તો તમે પોતે અખૂટ શક્તિ , આનંદ અને ઉત્સાહના પર્યાય  છો તેની અનુભૂતિ કરાવે છે. તમને સમજણ આવવી શરૂ થાય છે કે કેટલી મસ્તી અને આનંદ તમારા પ્રફુલ્લિતપણામાં સમાયેલા છે. તમે ગમે તેટલા કામના બોજાને , દબાણને અને કામની સીમાને કેટલા કુનેહપુર્વક સંભાળી શકો છો અને કોઈ પણ સમયે યોગ્ય નિર્ણય લેવા માટે તૈયાર હો છો.

“ જ્યારે તમે તમારો નિર્ણય કે દ્રષ્ટિકોણ કેટલા વિશ્વાસથી અને કેટલા વિનયથી જણાવો છો ,તેના ઉપર તમારા કાર્યનું  પરિણામ નિર્ભર છે. વિશ્વાસ અને વિનયનું બરાબર સમતુલન હોવું જ જોઇએ જે તમારા આંતરિક મનોબળથી જ વિકસે છે. ધ્યાન દ્રઢ મનોબળ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. " એવું  એક અનુભવી નિગમના
(કોર્પોરેશનના) તાલીમ આપનાર અને કુશળ વ્યવસાયી તરીકે બે દશકથી પણ વધુ સમયનો અનુભવ ધરાવતા શ્રી નીરજ કોહલી જણાવે છે.

#5 –અંત:સ્ફૂરણા, સમજણ અને નિરીક્ષણ

પરંપરાગત અને અંત:સ્ફૂર્ણાત્મક લીધેલા નિર્ણયો ચઢીયાતા અને પવિત્ર હોય છે. ધ્યાન એક સરળ (તકલીફ વગર ની) પ્રક્રિયા છે જે અંત:કરણ સાથે સાથે નિરક્ષણ અને સમજણ  પણ સુધારે છે. અંત:સ્ફૂરણા વિચાર ની એક આગવી દિશા છે જે ફક્ત નિયમિત ધ્યાન કરનારા જ સમજી શકે

"મારા રોજબરોજ ના કામમાં મારા નિર્ણયો વધુ સર્જનાત્મક અને અભિનવ (નવીન) હોવા જોઈએ .હું છેલ્લા બે વર્ષ થી નિયમિત ધ્યાન કરું છું. મેં જોયું છે કે મારી કુશળતા એકદમ તીક્ષ્ણ થઇ ગઈ છે અને મારું કામ નિરંતર ચાલ્યા કરે છે." એવું રોહિત કહે છે જે એક ઍડ અજેન્સી (જાહેરાતની સંસ્થા) નો સર્જનાત્મક કાર્યકર છે. હંમેશા કોઇ ને કોઇ પરસ્થિતિમાં કાર્યક્ષેત્રની અંદર ખેચાખેચી કે હરિફાઇ  હોય છે જેમાંથી આપણે બહાર પણ નીકળવાનું હોય છે અને સંતુલન પણ જાળવવાનું હોય છે કે જેથી શ્રેષ્ઠતમ પરિણામ મળે. કામના વિવધ દ્રષ્ટિકોણની સમજણ અને નિરીક્ષણ ધંધાના લક્ષ્ય પાર પાડવામાં અને  શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં મદદ કરશે. " ધ્યાન તમારી સમજણ શક્તિ અને નિરીક્ષણ શક્તિ ખીલવવામાં મદદ કરે છે". એવું નીરજ ઉમેરે છે.