ધ્યાન વિશે 10 ગેરમાન્યતાઓ

જેવી રીતે સૂર્ય દરેક માટે પ્રકાશે છે, પવન દરેક માટે લહેરે છે તેવી રીતે ધ્યાન બધાને ફાયદો કરે છે.

 

ધ્યાન બાબતે સૌથી વધારે પ્રચલિત માન્યાતાઓની યાદી નીચે પ્રમાણે છે, આશા રાખીએ છીએ  કે તમને કોઈ  મુંઝવણ  હોય તો તે દૂર થઈ જશે.

#1 ધ્યાન  એટલે  એકાગ્રતા

હકીકતમાં ધ્યાન એટલે  બિન એકાગ્રતા. ધ્યાન કરવાથી  એકાગ્ર થવાનો ફાયદો મળે છે. એકાગ્ર થવા મહેનત કરવી પડે છે અને ધ્યાન એટલે મનને સંપૂર્ણ વિશ્રામ આપવો. ધ્યાન એટલે બધી બાબતોને નગણ્ય સમજવી, અને જ્યારે તેમ થાય છે ત્યારે તમે ઊંડા વિશ્રામની અવસ્થામાં હોવ છો. જ્યારે મન વિશ્રામમાં હોય છે ત્યારે આપણે વધારે સારી રીતે એકાગ્ર થઈ શકીએ છીએ.

 

#2 ધ્યાન એક ધાર્મિક પ્રક્રિયા છે

 

યોગ અને ધ્યાન પૌરાણિક પ્રક્રિયાઓ છે જે બધા ધર્મોથી ઉપર છે. ધ્યાન કરવા ધર્મનો કોઈ બાધ નથી. હકીકતમાં, ધ્યાનમાં ધર્મો, દેશો અને માન્યતાઓને સાથે લાવવાની તાકાત છે. જેવી રીતે સૂર્ય દરેક માટે પ્રકાશે છે, પવન દરેક માટે લહેરે છે તેવી રીતે ધ્યાન બધાને ફાયદો કરે છે.શ્રી શ્રી રવિશંકર જણાવે છે,"અમે તમામ પૃષ્ઠભૂમિના, ધર્મોના અને સાંસ્કૃતિક પ્રણાલીઓના લોકોને સાથે આવીને એક ઉત્સવના ઉત્સાહથી ધ્યાન કરવા પ્રોત્સાહિત કરીએ છીએ."

#3 ધ્યાન કરવા પદ્માસનમા બેસવું પડે

આપણી પાસે મનની પ્રકૃતિને સમજવા સૌથી વધારે વૈજ્ઞાનિક અને વિગતવાર અભ્યાસોમાંના એક એવા પતંજલિ યોગ સૂત્ર છે. પતંજલીનું યોગ સૂત્ર "સ્થિરમ સુખમ્ આસનમ " સમજાવે છે કે ધ્યાન કરતી વખતે અનુકૂલન અને સ્થિર હોવું એ વધારે અગત્યના છે. એનાથી ધ્યાનનો ગહેરો અનુભવ મેળવવામાં મદદ મળે છે. તમે પલાંઠી વાળીને , ખુરશીમાં, સોફામાં--બેસી શકો છો, કોઈ વાંધો નહીઁ. પરંતુ જ્યારે તમે ધ્યાન કરવાનું શરૂ કરો ત્યારે કરોડરજ્જુ ટટ્ટાર હોય તથા માથું, ગરદન  અને ખભા વિશ્રામમાં હોય તેવી રીતે બેસવું સારુ છે.

 

#4 ધ્યાન વૃધ્ધો માટે છે

ધ્યાન વૈશ્વિક છે અને તમામ વયના લોકોના જીવનમાં મુલ્યવૃધ્ધિ કરે છે. ૮ કે ૯ વર્ષની ઉંમરે ધ્યાન કરવાનું શરુ કરાય. જે રીતે સ્નાન શરીરને શુધ્ધ કરે છે તેમ ધ્યાન એ મન માટે સ્નાન બરાબર છે. "ધ્યાન કરવાથી હું પહેલાની જેમ ગુસ્સે થતો નથી" માધ્યમિક શાળાની વિધ્યાર્થીની સેન્ડરાએ આમ જણાવ્યું.

૧૯ વર્ષનો કરણ કહે છે," થોડી જ મિનિટોનુ ધ્યાન મને આખો દિવસ શાંત રાખે છે." ૨૫ વર્ષનો એક ધ્યાનકર્તા જણાવે છે," ધ્યાન મને મારી આસપાસ સકારાત્મકતા ફેલાવવા માટે ઉત્સાહ અને થનગનાટ આપે છે."

#5 ધ્યાન પોતાની જાતને વશીકરણ કરવા જેવુ છે

ધ્યાન વશીકરણને નાથી શકે છે. વશીકરણમાં વ્યક્તિ પોતે શું કરી રહી છે તેની સભાનતા તેને નથી હોતી. ધ્યાન એટલે દરેક ક્ષણે સંપૂર્ણ સભાનતા. વશીકરણ વ્યક્તિને તેના મનમાં રહેલી છાપો અનુસાર કરાવે છે. ધ્યાન આપણને આ છાપોમાંથી મુક્ત કરે છે જેથી આપણી ચેતના તરોતાજા અને સાફ રહે છે. વશીકરણથી ચયાપચયની ક્રિયામાં વૃધ્ધિ થાય છે,ધ્યાન તેને ઘટાડે છે. શ્રી શ્રી રવિશંકર જણાવે છે," જે લોકો નિયમિત પ્રાણાયમ અને ધ્યાન કરે છે તેમનું સહેલાઈથી વશીકરણ કરી શકાતું નથી."

#6 ધ્યાન એટલે વિચારો પર કાબૂ

વિચારોને આમંત્રણ આપવાથી તે નથી આવતા તે આવી ગયા પછી જ આપણને તેમની જાણ થાય છે! વિચારો આકાશમાં વાદળ જેવા છે. પોતાની મેળે તેઓ આવે છે અને જાય છે. વિચારો પર કાબૂ મેળવવો હોય તો પ્રયત્ન કરવો પડે અને મનને વિશ્રામમાં રાખવાનો સચોટ ઉપાય છે બિનપ્રયત્ન. આપણે માત્ર સાક્ષી બનવાનું હોય છે અને છેવટે વિચારોથી ઉપર ઊઠીએ છીએ અને ઊંડા આંતરિક મૌનના અવકાશમાં પ્રયાણ કરીએ છીએ.

#7 ધ્યાન એટલે સમસ્યાઓથી ભાગવું

એનાથી વિરૂધ્ધ ધ્યાન તમને મુસ્કુરાહટ સાથે સમસ્યાઓનો સામનો કરવા સક્ષમ કરે છે. યોગ અને ધ્યાન દ્વારા આપણામાં પરિસ્થિતિઓને સૌમ્ય અને રચનાત્મક રીતે નીપટવાની કુશળતાઓ વિકસે છે. પરિસ્થિતિઓ જેવી છે તેવી સ્વીકારવાની આપણામાં આવડત આવે છે અને ભૂતકાળ વિષે વિચાર્યા કરતાં કે ભવિષ્ય વિષે ચિંતા કરવાને બદલે યોગ્ય પગલાં લઈએ છીએ. ધ્યાન આંતરિક તાકાત તથા આત્મગૌરવને વિકસાવે છે. જેમ વરસાદમાં ચટ્રી તેમ તે આપણે માટે છે. પડકારો આવ્યા કરવાના, પરંતુ આપણે વિશ્વાસથી આગળ ધપ્યા કરવાના.

#8 ઊંડાણમાં ઉતરવા કલાકો સુધી ધ્યાન કરવું પડે

ધ્યાનમાં ઊંડો અનુભવ મેળવવા તમારે કલાકો સુધી નથી બેસવાનું. ક્ષણનાય એક ભાગમાં તમારા એ ઊંડા આંતરિક હાર્દ, તમારા મૂળ સાથે સંપર્ક થઈ શકે છે. રોજ સવારે અને સાંજે સહજ સમાધિ ધ્યાનની માત્ર ૨૦ મિનિટ તમને આ સુંદર આંતરિક યાત્રા કરવા પૂરતી છે. જેમ જેમ તમે રોજ ધ્યાન કરો છો , તેમ તેમ ધીરે ધીરે તમારા ધ્યાનની ગુણવત્તા સુધારશે.

#9 જો તમે ધ્યાન કરો છો તો સંન્યાસી બની જાવ છો

ધ્યાન કરવા  કે આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે તમારે ભૌતિક જગત છોડવાની જરૂર નથી. હકીકતમાં, ધ્યાન કરવાથી તમારી આનંદ પામવાની ગુણવત્તામાં ફેર પડી જાય છે. વિશ્રામ અને શાંતિમય મન 
તમે ખુશીથી તમારુ જીવન જીવી શકો છો તથા તમારા કુટુંબીજનો અને આજુબાજુનાઓને પણ ખુશ કરી શકો છો.

#10 તમે અમુક ચોક્કસ સમયે અને અમુક દિશામાં જ ધ્યાન કરી શકો છો

ધ્યાન કરવા માટે કોઈ પણ સમય યોગ્ય છે અને બધી દિશાઓ સારી છે. એક જ બાબત ધ્યાનમા રાખવાની છે કે તમારુ પેટ ભરેલુ ના હોવું જોઈએ, નહિતર તમે ધ્યાન કરવાને બદલે ઝોકા ખાશો. છત્તા સવારે અને સાંજે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ધ્યાન કરવું જોઈએ કારણ કે તેનાથી તમે આખો દિવસ શાંત અને ઊર્જામય રહી શકો છો.

અમે આશા રાખીએ છીએ કે તમારા જીવનમાં ધ્યાનની અસરો અને ફાયદા વિષે તમને સમજવામાં તથા ધ્યાનની ટેવ પાડવામાં તમને આ સહાયરુપ થશે. અમારી સાથે ધ્યાન કરો,  ધ્યાનસ્ત ભારત નો એક હિસ્સો બનો.

શ્રી શ્રી રવિશંકરના જ્ઞાનના વાર્તાલાપોમાંથી પ્રેરિત